હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ? તે પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવા કેવી રીતે મદદરૂપ થશે ?
$20$ મી સદીના અંત સુધીમાં ખાતર અને કીટનાશકોના ઉપયોગથી તથા કૃષિની સુધારેલી પદ્ધતિનો ઉપયોગ કરી, ઊંચી ગુણવત્તાવાળા બીજ, સિંચાઈ વગેરેની મદદથી ખાદ્ય ક્ષેત્રમાં આપણા દેશે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે.
આ દરમિયાન જમીનનું વધુ શોષણ કરવાથી તથા ખાતર અને કીટનાશકોના વધુ ઉપયોગથી જમીન, પાણી અને હવાની ગુણવત્તા ઘટી છે.
રસાયણવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનના સિદ્ધાંતો તથા વર્તમાન જ્ઞાનના ઉપયોગથી પર્યાવરણ પર થતી અવળી અસરને ઓછી કરવાના વિચારોને હરિયાળું રસાયણવિજ્ઞાન કહે છે, હરિયાળું રસાયણવિજ્ઞાન ઉત્પાદનની એવી પદ્ધતિ છે જે પર્યાવરણમાં ન્યૂનતમ પ્રદૂષણ પેદા કરે છે. પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉપપેદાશોનો લાભદાયી ઉપયોગ ન કરી શકાય તો તે પ્રદૂષણમાં ઉમેરો કરે છે. નકામા પદાર્થો બનવા અને તેનો નિકાલ બંને આર્થિક દૃષ્ટિએ નુકસાનકારક છે. કાર્બનિક દ્રાવકો જેવા કે બેન્ઝિન ટોલ્યુઇન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરે અત્યંત ઝેરી છે. તેમનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. રાસાયણિક પ્રક્રિયાનો વ્યાપ તાપમાન, દબાણ અને ઉદીપકના ઉપયોગ પર રહેલો છે.
પર્યાવરણીય મિત્ર સ્વરૂપના માધ્યમની મદદથી પ્રક્રિયકો પર્યાવરણીય મિત્ર સ્વરૂપની નીપજોમાં ફેરવાય તો પર્યાવરણમાં કોઈ રાસાયણિક પ્રદૂષક ઉમેરાતું નથી. સંશ્લેષણ દરમિયાન પ્રારંભિક પદાર્થની પસંદગી સમયે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે તે અંતિમ નીપજમાં ફેરવાય છે ત્યારે $100\%$ નીપજ બને છે. જેને સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન મેળવી શકાય છે. પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા તથા નીચી બાષ્પશીલતાના કારણે તેને સંશ્લેષણ પ્રક્રિયાઓમાં માધ્યમ તરીકે લેવાય છે. તે સસ્તું, અપ્રજવલનશીલ તથા અકૅન્સરપ્રેરક માધ્યમ છે.
$CO_2$ અને $CO$ વડે ક્ષોભ આવરણને થતું નુકસાન વર્ણવો.
પીવાના પાણીના આંતરરાષ્ટ્રીય ધોરણો વિશે ટૂંકમાં સમજૂતી આપો.
તમે તમારા ખેતરમાં અથવા બગીચામાં કોમ્પોસ્ટ બનાવવાના ખાડા તૈયાર કરેલા છે. ઉત્તમ કોમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયાની ચર્ચા દુર્ગધ, માખીઓ તથા નકામા પદાર્થોના પુનર્યક્રણના સંદર્ભમાં કરો.
પર્યાવરણીય રસાયણવિજ્ઞાનને વ્યાખ્યાયિત કરો.
રાસાયણિક પ્રદૂષકોની માનવશરીર પર અસર જણાવો.